પોલીસ દ્વારા કિમ ગામના સ્ટેશન રોડ પર PWD ઓફિસની સામે આવેલી વાસણ ભંડારની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો. દરોડા દરમિયાન પોલીસે સત્યનારાયણ ઉર્ફે સતિષ મંત્રી (ઉંમર ૪૮)ને ગેરકાયદેસર રીતે ગેસની બોટલોમાંથી અન્ય નાની-મોટી બોટલોમાં ગેસ રીફિલિંગ કરતા પકડી પાડ્યો. આરોપી પાસે કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સાધનો ન હતા. આરોપી હાલ કિમ ગામના પટેલ નગરમાં સાંઇ રેસીડેન્સીમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો વતની છે.