ઈટાદરા ગામે ઇન્દ્રપુરા રોડ પર આવેલ એક મકાનમાંથી ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. જેની જાણ માણસા ગૌરક્ષક ટીમ દ્વારા માણસા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગૌમાંસ હોવાની વાતને પગલે મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થયા હતા. પોલીસે ડોકટર તથા FSLની ટીમને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.