ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલી હદે બેફામ અને નિર્ભય બન્યા છે. તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી સામે આવ્યો છે. અહીં ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલા એક હાઈવા ટ્રક ચાલકે ખનીજ વિભાગના અધિકારીઓથી બચવા માટે તેમની સરકારી ગાડી આગળ જ રેતીનો જથ્થો ખાલી કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.