પાટણ જિલ્લાના કુલ : ૭૯ ક્રિટીકલ / સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ માહિતી અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કરવાના કામે પોલીસ અધિક્ષક પાટણના પત્ર નં.LIB/જાહેરનામું/૧૨૯૭/૨૦૨૫ તા.૨૮/૦૮/૨૦૨૫ થી દરખારત મોકલી આપેલ છે.જે અન્વયે, વી.સી.બોડાણા,(GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.