ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતાં જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઇ સામેના ઉમેદવાર દિપક પાદરીયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઇ હતી. કુલ ૧૫ બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ અને અરૂણસિંહ રણાની બેઠકના ૩ ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યા હતા,