મોરબીના સિરામિક ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાના બનાવમાં એ ડિવિઝન પોલીસે બ્લેકમેલ કરી પૈસા પડાવી લેનાર પ્રેમિકા તથા તેના મિત્રની ધરપકડ કરી બન્નેને જેલહવાલે કર્યા છે. તેમજ આ બનાવ અંગે મોરબી ડીવાયએસપી ઝાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.