સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજ 03 સપ્ટે ને બુધવારના રોજ જલજીલની એકાદશીની ઉજવણી કરાઈ હતી. આજે ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યો હતો.આજની જલ જીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ અનેરા દર્શનનૉ લાભ ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.