મંગળવારના 3 કલાકે રૂરલ પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ પારડી કોસ્ટલ હાઈવે પર ગતરોજ રાત્રી દરમિયાન એક યુવક પાર નદીના બ્રિજ ઉપરથી નદીમાં આપઘાત માટે ઝંપલાવી દીધું હતું. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને 108 ફાયર બ્રિગેડ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી.જોકે રાત્રિ દરમિયાન પાણીનો વહન વધારે હોવાના કારણે શોધખોળ મોકૂફ રાખવામાં આવી હતી. વહેલી સવારથી યુવકની શોધખોળ હાલ ચાલુ છે.