ગઢડા તાલુકાની હામાપર પ્રાથમિક શાળામાં સરકારશ્રીના પરિપત્ર અનુસાર તારીખ 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય રમત ગમત દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે તારીખ 29થી 31 ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 29 ઓગસ્ટના રોજ શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શાળાના શિક્ષકો દ્વારા ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.