નવસારી જિલ્લામાં ગણેશોત્સવને પર્યાવરણમૈત્રી બનાવવા અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર અને નવસારી મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આયોજિત ઈકો-ફ્રેન્ડલી ગણેશ વર્કશોપમાં ૧૦૦૦થી વધુ નાગરિકોએ પોતાના હાથે માટીની મૂર્તિ બનાવી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પોતાનાં બાળકો સાથે પાર્ટીશિપન્ટ તરીકે જોડાયા હતા. આ વર્કશોપનો હેતુ પાણીનું પ્રદૂષણ અટકાવી પર્યાવરણને બચાવવાનો તથા બાળકોમાં પરંપરાગત કલા પ્રત્યે રસ જગાવવાનો હતો.