રાધનપુરની IIFL ગોલ્ડ લોન બેંકમાં એક વ્યક્તિએ નકલી સોનાના દાગીના મૂકીને રૂ. 3 લાખની લોન મેળવી છેતરપિંડી કરી હતી. સમી તાલુકાના કનીજ ગામના હરેશભાઈ ઇશ્વરભાઈ ઠાકોરે બેંકમાં 3 વીંટી અને 1 પેંડલ મૂક્યા હતા. જેનું વજન અનુક્રમે 27.80 ગ્રામ અને 5.38 ગ્રામ હતું. બેંકના સોની નવીનભાઈએ ગોલ્ડ પથ્થર કસોટી, નાઇટ્રીક એસીડ અને સોલ્ટ વોટર દ્વારા દાગીનાનું પરીક્ષણ કર્યું હતું. દાગીના શંકાસ્પદ લાગતા ડીપ કટ કસોટી કરાઈ હતી, જેમાં તે નકલી સાબિત થયા હતા.ફરિયાદ નોંધાઇ હતી.