હળવદ-માળિયા હાઇવે પર આજરોજ શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ જીઆઇડીસી નજીક પસાર થતાં બે ટ્રક અને બોલેરો વચ્ચે ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા બોલેરો વાહન ટ્રક પાછળ ઘૂસી ગયું હતું, જેની પાછળ આવતો ટ્રક બોલેરો પાછળ ઘુસી જતા ત્રીપલ અકસ્માત સર્જાયો હોય, પરંતુ સદનસીબે અકસ્માતના બનાવમાં બોલેરો અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે...