હળવદના ગોરી દરવાજા સ્થિત રામદેવપીર મંદિરમનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ પાટોત્સવ નિમિત્તે તારીખ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીરની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર જે.કે. ટીંબા અને વિપુલ રબારી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નેજા ઉત્સવ અને અખંડ 33 જ્યોત પાટના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.