માલવણ હાઈવે પર એક કારમાં ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં પશુ લઈ જવાતા હોવાની બાતમીને આધારે જીવદયા પ્રેમીઓ દ્વારા ફલકુ બ્રિજ નજીક વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક બોલેરો પિકઅપ કાર જીજે ૧૮ બી ડબલ્યુ ૦૬૦૭ નંબર વાળી નીકળતા તેને અટકાવી કારની પાછળ એક ભેંસ અતિ ક્રિયા પૂર્વક અને ઘાસચારાની સગવડ વગર બાંધેલી જોવા મળતા જીવદયા પ્રેમી દ્વારા કાર અને ભેંસ જપ્ત કરી પોલીસ મથકે સોંપી નાશી ગયેલા ત્રણ શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી