ભિલોડાના ભેટાળાના એક યુવકે સોશિયલ મીડિયા પર અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો હતો.જેને લઈ ભિલોડા પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીના કલાકોમાં પરેશ બરંડા ની અટકાયત કરી છે. ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી અરવલ્લી પોલીસ મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવા માટે ખાસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે અને તંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે.