સાપુતારા સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો વઘઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પરનો સાકરપાતળ ખાતેનો નંદીના ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની હાલત જર્જરિત હોવાથી લોકોની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પગલાથી હવે સાપુતારા-વઘઈ માર્ગ પરથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રક અને લકઝરી બસ જેવા ભારે વાહનો પસાર થઈ શકશે નહીં.