વડોદરા : શહેરના સાંસદ ડો.હેમાંગ જોશીનો એક નવો અંદાજ જોવા મળ્યો હતો.કોર્પોરેટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદે સ્ટેજ પર પહોંચી ગીતોના સુર રેલાવતા ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.શરદ પૂર્ણિમાના દિવસે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ આર્કિટેક દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સાંસદ ડો.હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં સુરોનો રંગ જામતા સાંસદ ડો.હેમાંગ જોષી પણ મોજમાં આવી ગયા હતા અને સ્ટેજ પર પહોંચી હિન્દી સોંગ ગાઈ આનંદ માણ્યો હતો.