જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આજે પડતર પ્રશ્નોને લઈને એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા અને વિવિધ માંગણીઓને લઈને સફાઈ કામદાર યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.વર્ષોની પડતર માંગણીઓ અંગે અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં, સમસ્યાનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ એક દિવસીય હડતાલ કરી હતી. સફાઈ કર્મચારીઓની માંગ છે કે કાયમી સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને,સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે તેવી અનેક માંગ છે.