સુરત આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.તેઓએ અઠવાલઇન્સ સ્થિત એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું કે,કોઈભી પ્રકારની ધાર્મિક આસ્થા પર કોઈ ઠેંસ પહોચાડવાનું કામ કરે,ત્યારે સુરત પોલીસ હનુમાન બની ધર્મનું રક્ષણ કરવા માટે તૈયાર રહે છે.સુરત પોલીસ કમિશનર અને તેમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.શહેર પોલીસ દ્વારા હાલ મહિધરપુરા ના દારૂખાના રોડ પર આઠ જેટલા ગણેશ પંડાલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા.