પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. આ ધાર્મિક ઉત્સવમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડા (SP) સફીન હસન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પોલીસવડા (SP) હરેશ દુધાત તેમજ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. પોલીસ વિભાગ દ્