રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધવામાં આવ્યા છે. જુદા જુદા ટેક્નિકલ સોર્સિસનો ઉપયોગ કરીને આશરે ₹૮ લાખની કિંમતના ૬૦ જેટલા મોબાઈલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.