સુરતના હજીરા વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે પર આજ રોજ સમી સાંજના રોડ પરથી પસાર થઈ રહેલી એક વેગેનાર કારમાં અચાનક કોઈ કારણસર આગળના બોનેટના ભાગમાં આગ લાગી ગઈ હતી જોકે આગ લાગવાની સાથે જ ડ્રાઇવરે ગાડી સાઈડમાં કરી ગાડીથી નીચે ઉતરી ગયો હતો. જોકે આગ લાગવાની સાથે જ આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી અને એક કિલો મીટર જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ વાત ફાયર વિભાગને થતા ફાયર વિભાગ નો કાપલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી.