વરાછા વિસ્તારમાં આવેલી ડાહ્યા પાર્ક સોસાયટીના લોકોએ સ્વખર્ચેસ રસ્તાની સમાર કામગીરી શરૂ કરી હતી. લોકોએ રવિવારના રોજ જાતે જ પોતાના સ્વખર્ચે રસ્તાની સમારકામગીરી શરૂ કરવા મટીરીયલ સહિતનો સામાન લઈ આવ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી. લોકોએ આક્ષેતા જણાવ્યું કે તંત્રને અનેક વખત સોસાયટીના બિસ્માર રસ્તાઓ અંગે રજૂઆત કરી.છતાં નિવેડો નહીં આવતા લોકોએ નછૂટકે પોતાના સ્વખર્ચે રસ્તાની સમારકામગીરી શરૂ કરવાની ફરજ પડી છે.