માણસા મામલતદાર કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમ, નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમની જળસપાટી રુલ લેવલ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઇ હેઠવાસમાં પાણી છોડવામાં આવશે. ધરોઈ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં માણસા તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા.