સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભ્ય બહેનોના સંતાનો માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. લોવર કેજીથી લઈને માસ્ટર સુધી અભ્યાસ કરતા તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રૂપલબેન લખલીણી તથા સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.