સુરતમાં વધી રહેલા અકસ્માતો અને નિર્દોષ લોકોના મોતને પગલે પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તાજેતરમાં 100 જેટલા ડમ્પરો સામે કાર્યવાહી કર્યા બાદ હવે સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. આ ડ્રાઇવમાં કચરાના વાહનો સહિત અન્ય ભારે વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.21 જેટલા મનપાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ડ્રાઇવિંગ લાઇસન્સ, નંબર પ્લેટ,વગર ના વાહનો સહિત દસ્તાવેજો વગરના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.