જુના લો ગાર્ડન ખાણી પીણી બજાર ફરી ધમધમતું થશે શહેરના પ્રખ્યાત એવા લો-ગાર્ડનના ખાણીપીણી બજારને 5 વર્ષ પહેલા રીડેવલોપમેન્ટ કરી લોકો સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકે તેના માટે હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવી હતી. જેમાં જુના 36 વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ, બાકીના ગુજરાત હાઇકોર્ટમાં ગયેલા 12 વેપારીઓ અને અન્ય 24 વેપારીઓને ટેન્ડર કમ હરાજીથી જગ્યા ફાળવવામાં આવશે.