ઉમરગામ પાવર હાઉસ પાસે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી દેવા જાદવ, ઓમકાર માલી, રોહીદાસ પાટીલ સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપ્યા હતા. તેમની પાસેથી દાવ પર મુકેલા રૂપિયા રૂ. ૧૩,૮૩૦, અંગઝડતીમાં રૂ. ૪૧,૧૩૦ અને ૯ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૧૪,૬૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.