કપરાડા તાલુકાના વાજવડ ક્લસ્ટરના અંભેટી ગામમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં સ્થાનિક ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા અને ડાંગરની ફેર રોપણીની પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન ખેતીમાં રાસાયણિક ઔષધિઓના ઘટાડા અને પ્રાકૃતિક પદ્ધતિઓના લાભોની ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેતી ખર્ચ ઘટાડવો અને જમીનની ઊર્વરતા જાળવી રાખવી હતો...