સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કેનાલમાં શ્રીજીની અર્ધવિસર્જન હાલતમાં શ્રીજીની પ્રતિમાઓ મળી આવી હતી.સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા ગણેશ ઉત્સવ સમિતિ ને આ બાબતની જાણકારી આપી હતી.જ્યાં તાત્કાલિક સમિતિના પ્રમુખ સહિતની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પ્રતિમા એકત્ર કરી પુનઃ વિસર્જન માટે લઈ જવામાં આવી હતી.