ચોટીલા જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂએ ચોટીલા ખાતે માં ચામુંડા તથા તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા લોકઆસ્થા અને પરંપરાનું કેન્દ્ર એવા આવનારા તરણેતર લોકમેળા સ્થળની મુલાકાત લઇ બંદોબસ્તની સમીક્ષા કરી હતી જિલ્લા પોલીસ વડા સાથે લીમડી નાયબ પોલીસ નિરીક્ષક વિશાલ રબારી પણ જોડાયા હતા અને ત્યારબાદ તેઓ ચોટીલા થાન ની મુલાકાત લઇ તરણેતર મેળાની મુલાકાતે ગયા હતા