સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.પાલી ગામમાં રહેતા ચેતન રાઠોડ નામના વ્યક્તિની તેના જ સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી છે. મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા, જ્યારે તેમનો પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.