સચીન GIDC પોલીસની ઝડપી કાર્યવાહી: આત્મહત્યા માટે ભડકાવવાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડ્યા સુરત: સચીન GIDC પોલીસે આત્મહત્યા માટે ભડકાવવાના ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આરોપીને માત્ર કેટલાક કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં મહિલાને લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાના આરોપ છે, જેના કારણે તેણીએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસની સુરવેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને વેસુ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.