ગોધરાની પરવડી ચોકડી નજીક "આદિ કર્મયોગી અભિયાન – પ્રતિભાવશીલ શાસન કાર્યક્રમ" અંતર્ગત વર્કશોપ યોજાયો. ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓએ ભાગ લીધો. અભિયાનનો હેતુ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા અને પીવાના પાણી જેવી સેવાઓ પહોંચાડવાનો છે. દેશભરમાં આશરે 10.5 કરોડ આદિવાસી નાગરિકોને આવરી લેવાયા છે અને 20 લાખ પરિવર્તન નેતાઓ ઊભા કરાશે. પંચમહાલ જિલ્લાના 163 ગામોમાં આદિ સેવા કેન્દ્રો શરૂ થશે