વડાલી તાલુકાના વેડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો ચાલે છે ત્યારે આજ શાળા માંથી એક શિક્ષકની બદલી થતા ગ્રામજનો અને એસ.એમ.સી.પ્રમુખ અને સભ્યોએ વિરોધ કરી અને તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર પાઠવ્યો હતો ત્યારે આજે ગામની શાળામાં એક પણ બાળકને શાળામાં ન મોકલીને શિક્ષકની બદલી નો વિરોધ કર્યો હતો.બદલી થયેલ શિક્ષક ની બદલી રોકાય તે માટે ગામના વાલીએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા 3 વાગે આપી હતી.