હોકીના જાદુગર સ્વ. મેજર ધ્યાનચંદની જન્મજયંતિને અવસર બનાવીને દર વર્ષે ૨૯ ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાય છે. તેના ભાગરૂપે ગોધરાના કનેલાવ ખાતે આવેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી. એથલેટિક્સ, રસ્સાખેંચ, આર્ચરી તથા જુડો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નોંધણી કરાયેલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.