સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના એક રીઢા ગુનેગારને રાજસ્થાનથી ઝડપી પાડીને અડાજણના જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓની આ “ગરાસિયા ગેંગ” ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આવેલા જૈન દેરાસરો અને મંદિરોને નિશાન બનાવતી હતી.ગઈ તા. ૧૧/૦૮/૨૦૨૫ ના વહેલી સવારે લગભગ ૨:૧૫ થી ૩:૧૫ વાગ્યાના સમયગાળામાં, અડાજણના ગુરૂરામ પાવન ભૂમિ પરિસરમાં આવેલા જૈન મંદિરમાં બે અજાણ્યા ઈસમો પ્રવેશ્યા હતા.