બોટાદ જિલ્લાના વહીવટી તંત્રે લોકોની આસ્થા અને સલામતીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી છે. શહેરના કૃષ્ણસાગર તળાવ ખાતે ખાસ ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. વિસર્જન માટે આવતા ભક્તો પાસેથી ફાયર વિભાગના કર્મીઓ મૂર્તિ લઈ તેને પાણીમાં વિસર્જિત કરે છે જેથી લોકો પોતે પાણીમાં ઊતરવાની જરૂર ન પડે અને કોઈ જોખમ ન રહે. તે માટે ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી