ગોધરા એસ.પી. કચેરી ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડામોર દ્વારા નવનિયુક્ત પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના નવા પોલીસ વડા તરીકે પદભાર સંભાળનાર હરેશ દુધાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, રેણુકાબેન ડામોરે હિતેશ દુધાતને ફૂલનો ગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા