વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ખેડૂત હિતોને અવગણનાર ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના મુદ્દાઓને અવગણે છે અને માત્ર વચનો આપે છે.