જુનાગઢમાં 12 રબી-ઉલ-અવ્વલની ખુશીના પાવન અવસર પર દાવતે ઈસ્લામી ઈન્ડિયા હેઠળ ચાલી રહેલી ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF)ની જવાબદાર ટીમના ઉત્તમ પ્રયત્નોથી જુનાગઢના ખરાવાડ ઘાંચી પટ વિસ્તારમાં આવેલી મસ્જિદે જુબેદાના મદ્રસામાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આશરે 150 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.