નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામે કેન્દ્ર સરકારની “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond” યોજનાથી ખાર ખાજણ બિનઉપજાઉ જમીનને રોજગારી અને સુખાકારીના કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવી છે. ICAR-CIBA અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સહકારથી અમલમાં મુકાયેલી આ યોજનાથી ગામના હળપતિ સમાજને માછલી ઉછેર, શાકભાજીની ખેતી, બકરી પાલન અને કૂકડા ઉછેર જેવા બહુવિધ રોજગારના રસ્તા ખુલ્યા.