સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસીડેન્સીના નવમા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી આપઘાત કરવા લિફ્ટમાં રેસીડેન્સીના નવમા માળે જતો હોવાનું સીસીટીવી માં કેદ થઈ ગયો છે. હાલ તો વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોવાથી વાંચવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતા માથું લગાવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. એકના એક દીકરાના આપઘાતના પગલાની લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.