જૂનાગઢ તાલુકાના વિંજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન સંસ્થા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ. જેમાં જનરલ હોસ્પિટલ જૂનાગઢની ટીમ દ્વારા ઘર વિહોણા માટેના આશ્રયગૃહમાં નિવાસ કરતાં તમામ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરેલ. જેમાં બીપી , ડાયાબિટીસ વગેરે ટેસ્ટ કરેલ. તેમજ ડાયાબિટીસ નિયંત્રણ કરવા માટે કાઉન્સેલિંગ કરેલ.