સુરતના વેસુ વિસ્તારમાં ગણપતિના આગમન માટે લગાવવામાં આવેલા બેનરોની તોડફોડ કરવાના મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.વેસુમાં આવેલા ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિના આગમનના બેનરો લગાવવામાં આવ્યા હતા. ગણપતિના આગમન વખતે ડીજેમાં ગીત વગાડવા બાબતે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને ત્રણથી ચાર અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન બેનરોમાં તોડફોડ કરી હતી.