આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 1 કલાક આસપાસ યુવાનનો મૃતદેહ મળ્યો.ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછણ નદીના કિનારે સાંપોઈના સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર જેમની ઉમર અંદાજીત 35 વર્ષની છે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થી વિસર્જન કરવા માટે 11-09-2025 ના રોજ આવેલ હતા. અસ્થી વિસર્જન કરવા માટે સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર માછણ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલ હતા.