મૂળી પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલું સફેદ માટીના ખનન સામે સ્થાનિક તંત્ર પાંગળું સાબિત થયું છે તેવામાં મૂળી પંથકના વિસ્તારોમાં ચાલતા સફેદ માટીના ખનનને લીધે પ્રકૃતિને પણ મોટું નુકશાન થવાથી સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર ખનન બંધ કરવા માંગ કરાઈ છે.