સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે. ઉકાઈ ડેમમાંથી 1.6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરતનો કોઝવે ભયજનક સપાટી વટાવીને 8.37 મીટર પર પહોંચ્યો છે. નદીની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, અને આજે તે વધારીને 1.6 લાખ ક્યુસેક કરવામાં આવ્યું છે.