સુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં જ્યાં વકીલોની કારને પ્રવેશ પર પ્રતિબંધિત છે, ત્યાં જ્યુડીશ્યલ ઓફીસર્સ માટે અલાયદા રોડ અને વાહન પાર્કીંગ ઝોનમાં ગતરોજ પોલીસના સિમ્બોલવાળી લીસ્ટેડ બુટલેગરની કારને વટની સાથે જીજીસ કાર પાર્કીંગમાં ગેરકાયદે પાર્ક કરી દીધી હતી. આ બાબતે જાણ થયા બાદ ઉમરા પોલીસે પોલીસની ખોટી ઓળખ ઉભી કરીને બ્લેક પટ્ટીવાળી બુટલેગરની કારને ક્રેઈન મારફતે ઉંચકી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.