આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ સવારે 11 કલાકે સ્થાનિકો દ્વારા રોડ સમારકામ માટે માંગ કરાઈ. દાહોદ બાયપાસ સતીતોરલ હોટલ થી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવેની હાલત અતિ બિસ્માર.જનતા પાસેથી ટેક્ષના નામે ટોલ ટેક્ષ હાઈવે ઓથોરિટી કરોડો રૂપિયા ઉઘરાવે છે પણ સુવિધા તો નામે શૂન્ય. તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાઈ.